મુખપૃષ્ઠજિલ્લા વિષેઆબોહવા

આબોહવા

આબોહવા રાજકોટ જીલ્લાની આબોહવા ની વિશેષતા ગરમ ઉનાળો અને વરસાદ સિવાયની ઋતુમા સૂકી આબોહવા છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની ઠંડીની ઋતુ પછી માર્ચથી મે સુધી ઉનાળો આવે છે. નૈઋત્યની ચોમાસાની ઋતુ જુનથી સપ્ટેમ્બર સુધી હોય છે. અને ઓક્ટોબર અને નવેમ્બર સુધી ચોમાસા પછીની ઋતુ રહે છે.
(અ) તાપમાન
રાજકોટ જીલ્લામાં માર્ચથી મે સુધીનો સમયગાળો તાપમાનમાં થતા સતત વધારાનો છે. લગભગ ૪૩.૬ ડીગ્રી સેંટીગ્રેડ જેટલા સરેરાસ દૈનિક મહત્તમ ઉષ્ણતામાન વાળો મે મહીનો સૌથી ગરમ મહીનો બની જાય છે. નવેમ્બર નો મધ્યભાગ પુરો થયા પછી દિવસ અને રાત્રિ બંનેનુ ઉષ્ણતામાન જાન્યુઆરી સુધી ઝડપથી ઘટતુ જાય છે , જે સૌથી ઠંડો મહીનો છે.
( બ ) પવનો

ઉનાળામાં અને નૈઋત્યની ચોમસાની ઋતુમાં પવનો સામાન્ય રીતે હળવાથી મધ્યમસર હોય છે. નૈઋત્યના ચોમાસાની ઋતુમાં તે વધુ જોસથી ફુંકાય છે. અને પશ્ચીમ તરફથી નૈઋત્ય તરફ ફુંકાય છે. ઓક્ટોબરમાં પવનો પશ્ચીમ તરફથી ઇશાન દિશાઓની વચ્ચેથી ફુંકાય છે. નવેમ્બર અને ડિસેમ્બર માં પવનો મુખ્યત્વે ઉત્તર અને પુર્વ દિશાઓની વચ્ચેથી વાય છે. ઉનાળાની ઋતુમાં પવનો નૈઋત્ય અને વાયવ્ય દિશાઓ વચ્ચેથી પ્રબળ રીતે ફુંકાતા હોય છે.

છેલ્લા સુધારાની તારીખ : 9/3/2018

વપરાશકર્તાઓ : 701289