મુખપૃષ્ઠ | જિલ્લા વિષે | ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ

કાઠીયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન... સંતો, મહંતો, શુરવીરોની આ ભૂમિ કાઠીયાવાડ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આ દેશ, વર્ષો પહેલાં અસ્પૃશતા નિવારણના પાઠ જેમણે શીખવા અને વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઇ જાણે રે... ગીતના ભકત કવિ નરસિંહ મહેતાની આ ભૂમિ, એશિયાભરમાં એકમાત્ર ગીરનાં જંગલમાં વનરાજ સિંહનું રહેઠાણ અને સાવઝની ડણકો સાંભળીને થતો રોમાંચક અનુભવ.

રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્‍યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્‍કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસુમખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યુ અને રાજકોટનું નામ માસુમાબાદ રાખવામાં આવ્યુ. ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસુમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધું. આ વિજયની સાથે આ નગરનું નામ ફરીથી રાજકોટ રખાયું.

અંગ્રેજોનાં શાસનકાળ દરમિયાન ૧૮રરની સાલમાં રાજકોટમાં બ્રીટીશ એજન્સીની સ્થાપના થઇ અને તેને કાઠીયાવાડ એજન્સી નામ અપાયું. હાલનો કોઠી કંપાઉન્ડ વિસ્તાર જયાં કસ્ટમ અને રેલવેની કચેરીઓ બેસે છે ત્‍યાં એ સમયે બ્રીટીશ પોલીટીકલ એજન્ટની કચેરી અને નિવાસ હતાં એ સમયે રાયક નાયક ટાવર-બેડી નાયક ટાવરની અંદરનો વિસ્તાર રાજકોટનો વિસ્તાર હતો. ફરી ગઢની રાંગ હતી. જયારે હાલનો સદર વિસ્તાર એજન્સીનો હતો.

૧૮૮૯માં રાજકોટ-વાંકાનેર સાથે રેલવેથી જોડાયું. ૧૮૯૩માં રાજકોટને જેતલસર સાથે રેલવે લાઇનથી સાંકળી લેવામાં આવું. એ સમયની મીટરગેજ રેલવે લાઇન હાલનાશહેરના ધોરી નસ જેવા ઢેબર રોડ ઉપરથી પસાર થતી હતી.

આજી કાંઠે વસેલા રાજકોટને પાણી પૂરૂં પાડવા માટે ૧૮૯પની સાલમાં લાલપરી તળાવ બાંધવામાં આવ્‍યું. બે વર્ષ પછી ડેરી તથા અશ્વાલા સ્થપાયા.

૧૯ર૧ની સાલમાં કાઠીયાવાડ રાજકીય પરિષદની પહેલી બેઠક રાજકોટમાં મળી અને ૧૯ર૩માં ઠાકોર સાહેબ લાખાજીરાજે પહેલી પ્રતિનિધિ સભાની સ્થાપના કરી વહીવટને લોકાભિમુખ બનાવો.

૧૯રપમાં મહાત્મા ગાંધી રાજકોટ આવા અને રાષ્ટ્રીય શાળાની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. આજે તે ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ અને પ્રખ્‍યાત પટોળા માટેનું મહત્વનું કેન્દ્ગ બની ગયું છે.

૧૯૩૭માં દિવાન વિરાવાળાના જુલ્મી તંત્ર સામે બેચરવાલા વાઢેરે તહોમતનામું પોકાર્યુ અને ૧૯૩૮માં રાજકોટ સતાગ્રહ શરૂ થયો જેનું સરદાર વલ્લભભાઈ પટેલે આવીને સમાધાન કરાવ્‍યું. પાછળથી તેનો ભંગથયો એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શરૂ કર્યા. ૧૯૪રની હિન્દ છોડો ચળવળ સમો રાજકોટ ભૂગર્ભ લડત પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ગ બની રહ્યું.

સૌરાષ્ટ્ર રાજ તસવીરોમાં

તળપદી ભાતીગળ સંસકૃતિ ધરાવતા સૌરાષ્ટ્ર પ્રદેશના વિકાસનો પ્રારંભ, સૌરાષ્ટ્રની પ્રજાના સુખદુઃખમાં સહભાગી બનેલા લોકપ્રહરીઓનો પરિચા, સૌરાષ્ટ્રની પાવનધરાની મુલાકાત લઇને ધત્‍ય થયેલા મહાનુભાવો... જેવી તમામ ઐતિહાસિક પળોને શ્વેતશામ રંગોમાં કચકડે મઢીને મેળવીએ સૌરાષ્ટ્રના ભવ અતિતની ઝલક.

સૌરાષ્ટ્રના જિલ્લાઓ

રીહાસતોના વિલીનીકરણ પછી તા. ૧પ-૪-૧૯૪૮ના રોજ અસ્તિત્વમાં આવેલ સૌરાષ્ટ્ર રાજ ભારતના બંધારણ મુજબ બ વિભાગનું રાજ હતું. તેનો કુલ વિસ્તાર ર૩ હજાર ચોરસ માઇલ હતો. સૌરાષ્ટ્રના કુલ ૪૪૭૦ ગામો હતા. સૌરાષ્ટ્ર રાજની કુલ વસતિ ૪૧ લાખની હતી. એ સમો સૌરાષ્ટ્રના જિલ્લાઓ (૧) મઘ્‍ય સૌરાષ્ટ્ર (રાજકોટ જિલ્લો), (ર) સોરઠ (જૂનાગઢ જિલ્લો), (૩) હાલાર (જામનગર જિલ્લો), (૪) ગોહિલવાડ (ભાવનગર જિલ્લો), (પ) ઝાલાવાડ (સુરેન્દ્ગનગર જિલ્લો) સૌરાષ્ટ્રના એકમની રચનાના જ વર્ષમાં દુષકાળ પરિસ્થિતિનો સામનો સરકારને કરવો પડતો હતો. ત્‍યારબાદ ૧૯પ૦ના ચોમાસામાં ભારે વરસાદથી જાનમાલ તથા મોલને સારી એવી નુકશાની થઇ હતી. કેસરે હિન્દ પુલ ૧૧૦ વર્ષ જુનો છે. અગાઉ આ બ્રીજની પહોળાઇ ૧૦ મીટર હતી તે વધારીને ર૪ મીટર પહોળો બનાવાયો છે અને પુલ પરથી ટુ-વે ટ્રાફિક કરવામાં આવ્‍યો છે.

સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી

સ્વતંત્ર ભારતની પ્રથા ચૂંટણી ૧૦પરમાં યોજાઇ હતી. એ સમો આપણો દેશ ર૮ રાજ્યોમાં બનેલો હતો. આ રાજ્યોનો ત્રણ વિભાગો કરવામાં આવ્‍યા હતા.

આ વિભાગમાં ૯ રાજ્યો, બ વિભાગમાં ૮ રાજ્યો અને ક વિભાગમાં ૧૧ રાજયનો સમાવેશ થતો હતો. આમાં સૌરાષ્ટ્ર રાજયનો બ વિભાગમાં સમાવેશ થતો હતો.

સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી સમો લોકસભામાં ૪૯૬ સભ્યો અને રાજસભામાં ર૦૩ સભ્યો હતા અને રાષ્ટ્રની અર્ધી વસતિ એટલે કે ૧૭ કરોડ મતદારોએ પોતાના મતથી પ્રજાકીય સરકારની ચૂંટણી કરી હતી.

આ પ્રથમ ચૂંટણી સમો સૌરાષ્ટ્ર રાજ્યમાં કુલ ૧૯ લાખ મતદારો હતા. તેમને પપ મતદાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવા હતા. સૌરાષ્ટ્રની વિધાનસભા માટે ૬૦ અને લોકસભાના ૬ તેમજ રાજસભાના ૪ સભ્‍યો હતા.

સૌરાષ્ટ્ર વિધાનસભાની કુલ ૬૦ બેઠકોમાંથી પપ બેઠકો સામાન અને પાંચ બેઠકો અનામત હતી.

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710614