મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ સુદઢ બને તે માટે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
માતામૃત્યુ પ્રમાણ ઘટાડવા માટે સંસ્થાકીય પ્રસૃતિ વધે તે માટે સરકારશ્રી દ્વારા ચિરંજીવી યોજના સપ્ટેમ્‍બર-ર૦૦૬ થી અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત વર્ષ ર૦૧૧-૧૨ માં કુલ 6532 ગરીબી રેખા હેઠળની સગર્ભાઓની ચિરંજીવી યોજના અંતર્ગત પ્રાઈવેટ હોસ્પીટલમાં પ્રસૃતિ કરાવવામાં આવેલ છે. અને રુ. નો ખર્ચ થયેલ છે. જેમાં એકપણ માતા મૃત્યુ નોંધાયેલ નથી. આ યોજના હેઠળ 23 ખાનગી તબીબો નોંધાયેલા છે. આ યોજના હેઠળ 7131 .લાભાર્થીઓને રુ. 1.98.60.380/- સહાય ચુકવવામાં આવી છે.
નવજાત શિશુઓને બાળ રોગ નિષ્‍ણાંત તબીબો પાસે તાત્‍કાલીક સારવાર મળી રહે તે માટે બાલ સખા યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ આઠ (08) ખાનગી તબીબો નોંધાયેલા છે. વર્ષ ૨૦૧૧-૧૨ માં 2088 બાળકોને સારવાર આપેલ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૃતિ વધારવા માટે જિલ્‍લામાં ખાખરેચી, સરવડ, ખરેડા, મેસરીયા, લુણસર, ભાડલા, ખીરસરા, ગોમટા, મેવાસા, મોટીપાનેલી એમ દસ ર૪ × ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે. જયાં ૨૪ કલાક મફત પ્રસુતિની સગવડતા છે. આ માટે તાલીમબધ્‍ધ સ્‍ટાફ મુકવામાં આવેલ છે.
માતામૃત્યુદર તથા બાળમૃત્યુદર ઘટાડવા માટે સગર્ભાને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા જનની સુરક્ષા યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગરીબીરેખા હેઠળની સગર્ભાઓને પ્રસૃતિ દીઠ પ૦૦/- ચુકવવામાં આવે છે. તેમજ જો પ્રસૃતિ સંસ્થાકીય કરાવવામાં આવે તો વાહનભાડા પેટે ગ્રામ્ય વિસ્તારમાં રુ. ર૦૦/- તથા શહેરી વિસ્તારમાં રૂા. ૧૦૦/- આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૧-૧૨ આ યોજના હેઠળ 7131 .લાભાર્થીઓને રુ. 44,36,700/- સહાય ચુકવવામાં આવી છે.
દરેક પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે દર સોમવારે તથા દરેક ગામમાં નકકી કરેલા બુધવારે મમતા દિવસ ચલાવવામાં આવે છે. મમતા દિવસે સબસેન્ટર / આંગણવાડી ઉપર સગર્ભાઓને આરોગ્‍ય તપાસ જેવી કે વજન, ઉંચાઇ, લોહીના દબાણની તપાસ, પેશાબની તપાસ, હીમોગ્લોબીન, રસીકરણ, લોહતત્‍વની ગોળીઓ વિગેરે આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવે છે. તેમજ જે સગર્ભાઓને વધુ સારવારની જરૂરીયાત હોય તેઓને બ્લોક કક્ષાએ સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે રીફર કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૧-૧૨ માં આ યોજના હેઠળ 33397 સગર્ભાઓની આરોગ્‍ય તપાસણી કરવામાં આવેલ છે.
મમમતા દિવસે સબસેન્ટર/ આંગણવાડી ઉપર બાળકોને વિવિધ રસી મુકવામાં આવે છે. તેમજ તેઓનું વજન કરી ગ્રોથ મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં ગ્રેડ-૩ વાળા બાળકોને વધુ સારવાર માટે બાળરોગ નિષ્ણાંત માટે બ્લોક કક્ષાએ રીફર કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૧-૧૨ માં આ યોજના હેઠળ 41558 બી.સી.જી., 42363 ડી.પી.ટી., પોલિયો, ઓરી બાળકોને રસીઓ આપવામાં આવી છે. તેમજ ગ્રેડ-૩ના 3838 બાળકોને રીફર કરવામાં આવેલ છે.
મમતા સંદર્ભ કેન્દ્ર : મમતા દિવસને દિવસે સગર્ભાઓ તથા બાળકોને વધુ સારવારની જરૂરીયાત હોય તેમને દરેક બ્લોક કક્ષાએ દર ગુરૂવારે બાળરોગ નિષ્ણાંત તથા સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.
સ્‍ટાફ પોઝીશન
રાજકોટ જિલ્‍લામાં સ્‍ટાફ પોઝીશન નીચે મુજબ છે.(તા.૩૦/૬/૧૨ અંતિત)
ક્રમ કેડર મંજુર જગ્‍યા ભરેલ જગ્‍યા ખાલી જગ્‍યા
બ્‍લોક હેલ્‍થ ઓફીસર
મેડીકલ ઓફીસર (MBBS) ૪૬ ૩૩ ૧૩
મેડીકલ ઓફીસર(આયુષ) ૪૬ ૩૭
બ્‍લોક આઇ.ઇ.સી.અધિકારી
બ્‍લોક એચ.વી.
એચ.વી. પર ૩૯ ૧૩
એમ.પી.એચ.એસ. ૬૬ ૩૯ ૨૭
ફીમેલ હેલ્‍થ વર્કર ૩૩૦ ૩૨૪
એમ.પી.એચ.ડબલ્‍યુ. ૩૩૦ ૧૪પ ૧૮પ
૧૦ લેબોરેટરી ટેકનીશ્‍યન ૪૮ ૩૦ ૧૮
૧૧ ફાર્માસીસ્‍ટ ૪૮ ૨૪ ૨૪

છેલ્લા સુધારાની તારીખ : 14/11/2017

વપરાશકર્તાઓ : 688734