મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જી. પં. રાજકોટ હેઠળ હિસાબી અધિકારી વર્ગ-૧ તથા આંતરિક અધિકારી વર્ગ-૨ ની જગ્‍યાઓ મંજુર થયેલ છે.

હિસાબી શાખા હેઠળ જીલ્‍લા પંચાયતની તમામ શાખાના બિલોના ચુકવણા જીલ્‍લા પંચાયતનું બજેટ તૈયાર કરવાનું તથા તાલુકા પંચાયતના મંજુર થયેલ બજેટ તાલુકા પંચાયત તરફથી અવલોકન અર્થે મળ્યે અવલોકન; કરી બજેટમાં જરૂરી સુધારા સુચવવામાં આવે છે.

તાલુકા પંચાયતના માસિક/વાર્ષિક હિસાબો મળ્યેથી તે હિસાબો જીલ્‍લા પંચાયત હેઠળ સંકલન કરી જીલ્‍લા પંચાયતના હિસાબ સાથે વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ને મોકલવામાં આવે છે.

સરકારશ્રીમાંથી મળતી ગ્રાન્‍ટ/અનુદાનોની ફાળવણી તથા તેના યુ.ટી.સી. મોકલવા સંકલનની કામગીરી કરવામાં આવે છે.

આંતરિક અન્‍વેષણ શાખા હેઠળ તાલુકા તથા જીલ્‍લાના હુકમો/બિલોની પૂર્વ ચકાસણીની કામગીરી તથા સ્‍થનીક હિસાબ, એજી કચેરી તેમજ અન્‍ય્‍ ઓડીટ એકમોની નોંધ પેરા ના જવાબો ના સંકલનની કામગીરી હાથ ધરવામાં આવે છે.

હિસાબ શાખા સમગ્ર જીલ્‍લાની નાણાંકીય અંકુશની કામગીરી તથા તેના સંકલનની કામગીરી બજાવે છે.

 

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710676