મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

ભારત સરકાર દવારા વસ્તી વધારા નિયંત્રણ માટે ૧૯પર થી કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અમલમાં છે
રાજકોટ જીલ્લાના ૭ બ્‍લોક અને ૧૪ તાલુકાના ૪૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૩૦ પેટા આરોગ્‍ય કેન્‍દ્રોમાં કુટુંબ કલ્યાણની સેવાઓ આપવામાં આવેછે. તથા આ યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે માટે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી, અધિક જિલ્‍લા આરોગ્‍ય અધિકારી અને જિલ્‍લા આઇ.ઇ.સી.અધિકારીના માર્ગદર્શન નીચે દરેક બ્લોકના બ્લોક આઈ.ઈ.સી. ઓફીસર અને આરોગ્‍ય કર્મચારીઓ દવારા પ્રચાર પ્રસાર ની કામગીરી કરવામાં આવેછે.
જીલ્લાના દરેક તાલુકાના નકકી કરેલા સ્થળે તથા સમયે કુટુંબ કલ્યાણ યોજના હેઠળના સ્ત્રી વ્યંધિકરણ ઓપરેશન તથા પુરુષ નસબંધી ઓપરેશન ના કેમ્પ આયોજવામાં આવેછે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ, સબસેન્ટર કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ એફ.એચ. ડબલ્યુ. દવારા કોપર-ટી મુકવામાં આવેછે. તથા આરોગ્ય કર્મચારી ( પુરુષ અને સ્ત્રી) દવારા નિરોધ તથા ઓરલપીલ્સનું વિતરણ કરવામાં આવેછે.

છેલ્લા સુધારાની તારીખ : 14/11/2017

વપરાશકર્તાઓ : 688762