મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાકુટુંબ કલ્‍યાણની યોજનાઓ

કુટુંબ કલ્‍યાણની યોજનાઓ

અ.ન. યોજના નું નામ રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ
યોજનાનો હેતુ પ્રજનન દર ઘટાડવો, જન્‍મદર ઘટાડવો
યોજનાની ટુંકી વિગત ૧પ થી ૪પ વર્ષના લાયક દંપતિઓને ઓપરેશન, આંકડી, ઓરલ પીલ્‍સ અને નિરોધની પધ્‍ધતિ વિનામુલ્‍યે આપવામાં આવેછે.
યોજનાનો લાભ કોને મળશે? તમામ લાયક દંપતિઓને
શું લાભ મળશે? કુટુંબ નિયોજનની જરુરીયાત મુજબની પધ્‍ધતિ
કયાં લાભ મળશે? નજીકના સબસેન્‍ટર, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે
આ માટે કોનો સંપર્ક સાધવો? નજીકના આરોગ્‍ય કર્મચારી કે સરકારી દવાખાનાનો.
 
ગર્ભપાત
અ.ન. યોજના નું નામ ગર્ભપાત
યોજનાનો હેતુ વણજોઇતી સગર્ભાવસ્‍થાના નિકાલ માટે
યોજનાની ટુંકી વિગત જે મહિલાને વણજોઇતી સગર્ભાવસ્‍થા હોય તેના નિકાલ માટે સરકાર માન્‍ય દવાખાનામાં મફત ગર્ભપાત સેવાઓ મળેછે.
યોજનાનો લાભ કોને મળશે? તમામ મહિલાઓને
શું લાભ મળશે? મફત ગર્ભપાત સેવાઓ
કયાં લાભ મળશે? નજીકના સરકાર માન્‍ય ગર્ભપાત કેન્‍દ્ર ખાતે
આ માટે કોનો સંપર્ક સાધવો? નજીકના આરોગ્‍ય કર્મચારી કે સરકારી દવાખાનાનો.
 
દીકરી યોજના
અ.ન. યોજના નું નામ દીકરી યોજના
યોજનાનો હેતુ દીકરી જન્‍મને પ્રોત્‍સાહન આપવા માટે
યોજનાની ટુંકી વિગત જે દંપતિને એક પણ પુત્ર ન હોય અને ફકત દીકરી હોય તેવા દંપતિઓનેબચતપત્રોરુપે સહાય મળેછે.
યોજનાનો લાભ કોને મળશે? દંપતિઓને
શું લાભ મળશે?
  • જે દંપતિને પુત્ર ન હોય અને એક દીકરી બાદ નસબંધી કરાવનારને રુ. ૬૦૦૦/- ના બચતપત્રો આપવામાં આવેછે.
  • જે દંપતિને પુત્ર ન હોય અને બે દીકરી બાદ નસબંધી કરાવનારને રુ. પ૦૦૦/- ના બચતપત્રો આપવામાં આવેછે.
કયાં લાભ મળશે? નજીકના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે
આ માટે કોનો સંપર્ક સાધવો? નજીકના આરોગ્‍ય કર્મચારી કે સરકારી દવાખાનાનો.

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 681799