મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખામલેરીયા શાખાની યોજનાઓ

મલેરીયા શાખાની યોજનાઓ

નવું નામાભિધાન (વર્ષ - ર૦૦૪ થી ) " વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ"
યોજનાનો હેતુ
૧.૧. ર૦૧૦ સુધીમાં મરણના પ્રમાણમાં પ૦ ટકા ધટાડો કરવો.
૧.ર. વાર્ષિક પરોપજીવી આંક ( એ.પી.આઇ.) ર થી નીચે લાવવો.
૧.૩. મેલેરીયા રોગ અટકાયત કામગીરીમાં મેળવેલ સિધ્ધીઓ જાળવી રાખવી.
ર. ફાઇલેરીયા - ર૦૧પ સુધીમા઼ નાબુદ કરવો.
૩. કાલાઆઝાર - ર૦૧૦ સુધીમાં નાબુદ કરવો.
૪. ડેન્ગ્યુ - ર૦૧૦ સુધીમાં નાબુદ કરવો.
યોજના વિશે માહિતી
રાષ્ટ્રીય વાહકજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ ( એન.વી.બી.ડી.સી.પી. )
ધ્યેય
૧. તાવના કેસોની શોધખોળ
  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી બહુલક્ષી આરોગ્ય કાર્યકર ( પુ. અને સ્ત્રી ) મારફતે પખવાડીક સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવે છે. જેથી તાવ વખતેજ જરૂરી સારવાર સ્થળ પરજ ઉપલબ્ધ બને અને લોહીના નમુના તપાસણી બાદ ચોકકસ સારવાર આપી શકાય. જેને એકટીવ સર્વેલન્સ કામગીરી કહે છે.
ર. પેશીવ સર્વેલન્સ કામગીરી
  પ્રા. આ. કેન્દ્ર, સા.આ.કેન્દ્ર તેમજ સરકારી દવાખાનામાં દર્દી જાતે મેલેરીયાની સારવાર અર્થે જાય છે. ત્યારે સ્થળ પરજ લોહીનો નમુનો લઇ પરીક્ષણ કરવામાં આવે છે અને તેને જરૂરી સારવાર નિદાન પ્રમાણે આપવામાં આવે છે.
 
  આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 681848