મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

પશુપાલન શાખા, જીલ્‍લા પંચાયત, રાજકોટમાં નીચેની વિગતના અધિકારી/કર્મચારી ફરજ બજાવે છે.
(૧) નાયબ પશુપાલન નિયામક, વર્ગ-૧- ૧ (ખાલી જગ્યા)
(૨)મદદનીશ પશુપાલન નિયામક, વર્ગ-ર - ૧
(૩) સીનીયર કલાર્ક, વર્ગ-૩ – ૨ ( ૧ જગ્યા ખાલી)
(૪)જુનીયરકલાર્ક, વર્ગ-૩ - ૨ ( ૧ જગ્યા ખાલી)
(૫) ડ્રાયવર, વર્ગ-૩ ૧
(૬) પટાવાળા, વર્ગ-૪ ૧

પશુપાલન શાખા, જીલ્‍લા પંચાયત, રાજકોટ હેઠળ, રાજકોટ જીલ્‍લામાં ૨૮-પશુદવાખાના, ૧૮-પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્રો આવેલા છે. તેમજ રાજકોટ ખાતે એક અર્બન કૃત્રિમ બીજદાન કેન્‍દ્ર કાર્યરત છે. આ પશુ દવાખાના તથા પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્રો દ્વારા જીલ્‍લામાં પશુ આરોગ્‍ય જાળવણી, રોગચાળા અટકાયતી રસીકરણ કામગીરી, પશુ સંવર્ધનની કામગીરી જેવી છે. ખસીકરણ, કૃત્રિમ બીજદાન, નજીવી કિંમતે ધણખૂંટ પૂરાપાડવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત જીલ્‍લામાં પશુરોગ નિદાન અને સારવાર કેમ્‍પોનું આયોજન કરી. જીલ્‍લામાં પશુપાલકોની જાનવરોને ગ્રામ્‍ય લેવલે પશુસારવારની સવલતો જીલ્‍લા પંચાયતનાં સ્‍વભંડોળમાંથી દવાઓ ઉપલબ્‍ધ કરી સેવાઓ આપવામાંઆવે છે.

આ ઉપરાંત પશુપાલન ખાતાની તમામ યોજનાની કામગીરી કરવામાં આવે છે.જેમાં સંકલ્‍પ પત્ર યોજના, બકરા એકમની સ્‍થાપના, કેટલ શેડ બાંધકામ પર સહાય, દૂધ ઉત્પાદન હરીફાઇ, એકિકૃત ઘાસચારા વિકાસ યોજના, અનુસુચિત જાતિ પેટા યોજના હેઠળ અનુસુચિત જાતિનાં લોકોનાં ગાભણ પશુઓને ખાણદાણ સહાય, પશુ આરોગ્‍ય મેળા, નજીવી કિંમતેધણખૂટ પુરા પાડવા, તાલુકા તથા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજનાનો સમાવેશ થાય છે.

રાજકોટ જીલ્‍લામાં તાલુકાવાર પશુ દવાખાના તથા પ્રાથમિક પશુસારવાર કેન્‍દ્રો નીચે પ્રમાણે આવેલા છે.

રાજકોટ જીલ્‍લામાં આવેલ પશુ દવાખાના પ્રા.સા.કેન્‍દ્રોની યાદી
ક્રમ પ.દ.નું નામ સંખ્‍યા-૨૮ પ્રા.પ.સા.કે. સંખ્‍યા-૧૮
૧. રાજકોટ સણોસરા
ર. સરધારબેડલા
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/7/2017

વપરાશકર્તાઓ : 674485