મુખપૃષ્ઠશાખાઓસમાજકલ્યાણ શાખાશિષ્‍યવૃત્તિ

શિષ્‍યવૃત્તિ

બીસીકે –ર અને ૭૧ એસ.એસ.સી પુર્વે ના વિધાર્થી માટે પરિક્ષીતલાલ મજમુદાર શિષ્‍યવૂતિ યોજના
અનુસૂચિત જાતિના કુટુંબોમાં વાલીની વાર્ષિક આવક ધ્‍યાને લીધા વિના જે વિધાર્થીઓની હાજરી ૭૦ ટકાથી વધુ હોય તેવા વિધાર્થીઓને ધોરણ ૧ થી ૮ ના અનુસૂચિત જાતિના વિધાર્થી કુમાર અને કન્‍યાને વાર્ષિક રૂ! રપ૦/- શિષ્‍યવૂતિ અને ધો.૯ અને ૧૦માં અભ્‍યાસ કરતા વિધાર્થીઓને રૂ!.૪૦૦/-શિષ્‍યવૃતિ ચુકવવામાં આવે છે.
બીસીકેઃ - ૧૭ ધો.૧ થી ધો. ૮ ના અતિ પછાત જાતિના બાળકોને ખાસ શિષ્‍યવૂતિ રૂ!.૭પ૦ /- અને ધો.૯ અને ૧૦ ના અતિ પછાત જાતિના બાળકોને ખાસ શિષ્‍યવૂતિ રૂ!.૧૦૦૦/-
અનુસૂચિત જાતિ પૈકીઅતિ પછાત જાતિ જેવી કે વાલ્‍મીકી, હાડી,નાડીયા,સેવના, તુરી,ગરો-ગરોડા,વણકર સાધુ,તુરી બારોટ,માતંગ અને તિરગર જેવી જાતિના કુટુંબમાં વાલીની વાર્ષિક આવક મર્યાદા ને ધ્‍યાને લીધા સીવાય ખાસ શૈક્ષણિક યોજના હેઠળ જે વિધાર્થીની ગતવર્ષની હાજરી ૭૦% થી વધુ હોય તેવા વિધાર્થીને ધોરણ ૧ થી ૮માં અભ્‍યાસ કરતા વિધાર્થીઓને રૂ!.૭પ૦/- શિષ્‍યવૃતી અને ધોરણ ૯ અને ૧૦માં અભ્‍યાસ કરતા વિધાર્થીઓને રૂ!.૧૦૦૦/- શિષ્‍યવૃતિ ચુકવવામાં આવે છે. (આ યોજનામાં એક જ મા - બાપના બે બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે. ત્રીજા અને ચોથા ક્રમની બાળાઓ(કન્‍યાઓ) હોય તો જ આ લાભ તેમને મળવાપાત્ર રહેશે જો ત્રીજા ક્રમે કુમાર હોય તો તેવા કુમારને લાભ મળવા પાત્ર બનશે નહી)
બીસીકે - ૪ મુની મેતરાજ અસ્‍વચ્‍છ વ્‍યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને ખાસ શિષ્‍યવૃતિ
સરકારશ્રીએ નકકી કરેલ અસ્‍વચ્‍છ વ્‍યવસાય જેવા કે, મરેલા ઢોરની ખાલ કાઢનાર,ચામડું કમાવવાનું, ઝાડુ થી શેરીની સફાઇ કરનાર સફાઇ કામદાર જેવા વ્‍યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને આવક મર્યાદાને ધ્‍યાને લીધા સીવાય ધો.૧ થી ૧૦ માં અભ્‍યાસ કરતા વિધાર્થીઓને શિષ્‍યવૃતિ રૂ!.૧૮પ૦/- ચુકવવામાં આવે છે.
બીસીકેઃ - ૧૬ અનુ.સુચિત જાતિ ના બાળકોને મફત પુસ્‍તકો અને કપડા સહાય ધોરણઃ- ૧ થી ૮ ના વિધાર્થી ને વાર્ષિક રૂ! ૩૦૦/ -
અનુસૂચિત જાતિમા જે કુટુંબની વાર્ષિક આવક રૂ!. ૨૭૦૦૦/- સુધીની હોય તેવા કુંટુંબ ના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકોને બે જોડ ગણવેશ આપવાની યોજના અમલમાં છે. વિધાર્થીઓને વાર્ષિક રૂ!.૩૦૦ ગણવેશ સહાય ચુકવવામાં આવે છે.
બી.સી.કે. - ૩પ પ્રિ-મેટ્રીક શિષ્‍યવૃતી ધોરણ ૯ અને ૧૦ (કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજના )
ધોરણ ૯ અને ૧૦માં ભણતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓનો શાળા છોડવાનો દર (ડ્રોપ આઉટ) ઘટાડવા તથા બાળકોના શિક્ષણ માટે આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી અનુસૂચિત જાતિના વિધાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્‍સાહન મળે તે હેતુ માટે નાણાકિય સહાય આપવાનો અને તેમની પોષ્‍ટ મેટ્રીક સ્‍તરે પ્રગતીની તકો વધારવા હેતુ સહ જેના માતા-પિતા/વાલીની વાર્ષિક આવક રૂ!.ર.૦૦ લાખ થી વધતી ન હોય એવા વિધાર્થીઓને શિષ્‍યવૃતી પ્રતિ માસ રૂ!.૧૫૦/-ના દરે ૧૦ માસ સુધી (રૂ!.૧૫૦૦/-) અને બુકસ અને એડહોક ગ્રાન્‍ટ (વાર્ષિક) રૂ!.૭૫૦/- એમ કુલ રૂ!.૨૨૫૦/- પ્રિ મેટ્રીક શિષ્‍યવૃતી ચુકવવામાં આવે છે.
બી.સી.કે. ૬ સરસ્વતી સાધના યોજના સાયકલ સહાય
અનુસુચિત જાતિની કન્‍યાઓને શિક્ષણમાં પ્રોત્‍સાહન દ્વારા કન્‍યા કેળવણીને ઉતેજન આપવા, કન્‍યામાં પ્રવતતા ઓછા સાક્ષરતા દરને ઉચે લઇ જઇ ડ્રોપઆઉટ ઘટાડવાના હેતુસર સરસ્‍વતી સાધના યોજના અંતર્ગત જે કુટુંબના વાલીની વાર્ષિક આવક રૂ!.૨૭૦૦૦/- સુધીની હોય તેવા કુટુંબની ધોરણ ૯ માં અભ્‍યાસ કરતી કન્‍યને ગ્રીમકો મારફતે ખરીદ કરીને સાયકલ ભેટ આપવાની યોજના અમલમાં છે.
બી.સી.કેઃ - ૧૯ સુબેદાર રામજી આંબેડકર છાત્રાલય યોજના.
સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયો સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ દવારા ગ્રાન્‍ટ ઇન એઇડના ધોરણે રાજકોટ જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચલાવવામાં આવે છે. જેમા અનુસૂચિત જાતિના કુટુંબની વાર્ષિક આવક રૂ!.૨૭૦૦૦/-સુધીની હોય તેવા કુટુંબના બાળકોને છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવે છે. અને વિધાર્થી દિઠ માસિક નિભાવ ખર્ચ રૂ!.૧૦૦૦/- લેખે ૧૦ માસ સુધી આપવામાં આવે છે. તેમજ ગૃહપતી વેતન લાયકાત અને અનુભવ પ્રમાણે પગાર નકકી થયા મુજબ ર૦૦૦ થી ર૭૦૦/- ના ૯૦% ના દરે ગ્રાન્‍ટ ચુકવવામાં આવે છે. રસોયાના માસીક પગાર રૂ!.૧૩૦૦/- ના ૯૦% અને મદદનીશ રસોયાનાં માસીક રૂ!.૧૨૦૦/- ના ૯૦% અને ચોકીદારને રૂ!.૧૦૦૦/- ના ૯૦% પ્રમાણે ગ્રાન્‍ટ ચુકવવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710656