મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાઆંગણવાડી

આંગણવાડી

આઈ.સી.ડી.એસ. ખાસ યુકતાહા૨ યોજનાં હેઠળનાં આંગણવાડી કેન્દ્રો તથા લાભાર્થીની માહીતી
 
આ બાળકો ની તંદુરસ્‍તી ની જાળવણી આંગણવાડી માં થાય છે.
રાજકોટ જિલ્‍લા માં ર૧૩૦ આંગણવાડી કેન્‍દ્રો કાર્યરત છે.
આ આંગણવાડી નો સમય સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૩-૦૦ કલાક સુધીનો છે.
૬ માસ થી ૯ માસ તથા ૯ માસ થી ૩૬ માસ સુધીના કુપોષિત બાળકો ને ધરે ધરે પ્રિમીકસ ની ફાળવણી કરવામાં આવે છે.
૩ થી ૬ વર્ષ ના બાળકો ને પુરક પોષણ આપવામાં આવે છે.
૬ માસ થી ૩ વર્ષ સુધીના તંદુરસ્‍ત બાળકો ને બાલભોગ પેકેટ ૭ આપવામાં આવે છે. તથા અતિ કુપોષિત બાળકો ને ૧૦ પેકેટ બાલભોગ આપવામાં આવે છે.
૩ થી ૬ વર્ષ ના બાળકો ને દર સોમવારે તથા મંગળવારે સીઝનેબલ ફળ આપવામાં આવે છે.
૩ થી ૬ વર્ષ ના બાળકો ને અઠવાડિયા માં બે વાર મંગળવારે તથા શુક્રવારે ગરમ નાસ્‍તો આપવામાં આવે છે.જેમા મંગળવારે ખીચડી તથા શુક્રવારે શીરો આપવામાં આવે છે.
૩ થી ૬ વર્ષ ના બાળકો ને દરરોજ એક ન્‍યુટ્રી કેન્‍ડી ચોકલેટ આપવામાં આવે છે.
૩ થી ૬ બાળકો ને ફોર્ટી ફાઈડ આટા માંથી દરરોજ ગરમ નાસ્‍તો મુઠીયા,લાપસી, વિગેરે બનાવી પીરસવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710643