મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

૧. રાજકોટ જિલ્લાના ૧૬ ઘટકમાં ૨૧૫૫ મંજુર આંગણવાડી સામે ૨૧૫૫ કાર્યરત કરવામાં આવેલ છે. ૧,૮૩,૦૦૦ ના લક્ષ્યાંકની સામે ૧૬,૭૫,૭૨ ની સિઘ્ધી હાંસલ કરેલ છે. ખાસ અંગભૂત યોજના હેઠળ ૨૪,૩૨૨ ના લક્ષ્યાંકની સામે ૨૫,૮૫૭ ની સિઘ્ધી હાંસલ કરેલ છે.
૨. ૨૧૨૯ માતૃમંડળ ની રચના કરવામાં આવી છે, જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી સાથે સંર્પક કરી ૮૭૬ બેબી ટોયલેટ બનાવવામાં આવેલ છે.
૩. રાજકોટ જિલ્લામાં ૧૦૬૨૩ બાલીકાઓ ને બાલીકા સમૃઘ્ધિ યોજનાનો લાભ આપી ૧,ર૧,૫૧,૭૦૦ ની ગ્રાંટ નો વપરાશ કરેલ છે.
૪. ૧૨૫૩ આંગણવાડી સરકારી મકાનમાં બેસે છે. ૯૦૨ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. આંગણવાડી મકાન બાંધકામ વર્ષ્-ર૦૧૧-૧ર તેમજ ર૦૧ર-૧૩ માટે રાજય સરકાર(નંદઘર)તરફથી ૪૩૯ મકાનની ગ્રાન્‍ટ મળેલ છે.અને ૪૩૬ મકાનના ઠરાવો મેળવી મકાન બાંધકામની(નંદઘર)ની કામગીરી પ્રગતિમાં છે.
૫. માનનિય મુખ્ય મંત્રીશ્રી તથા મહિલા અને બાળ વિકાસના મત્રીશ્રી દ્વારા લાર્ભાથી માટે માઈક્રો ન્યુટ્રીશન (બાલ ભોગ) શરૂ કરવામાં આવેલ છે જેના કારણે ૪૪,પ૦૦ બાળકોના વજનમાં વધારો થયેલ છે. જેમાંથી રર૪ બાળકોના ગ્રેડ ૩-૪માં વજન વધારો થયેલ છે. બાલભોગ ના કારણે બાળકોમાં જે વજન વધારો થયો છે તેની અસર જોતા બાળકોમાં હાજરીનુ પ્રમાણ વઘ્યુ છે અને માતા ઓ તરફથી અન્ય ચોકલેટ આપવાનુ ઓછુ કરેલ છે, તેથી માતાઓ આનંદ અનુભવે છે. ગામમાં ચોકલેટ વેચાણ ઓછુ થયેલ છે.
૬. માતા યશોદા એવોર્ડ ૧૧૮ આંગણવાડી વર્કર તથા હેલ્પર ને તા.૩૧/૩/૧૨ ના રોજ મહિલા સંમેલન યોજી મહાનુભવોની હાજરી માં ચેક અર્પણ કરવામાં આવેલ છે.
૭. આરોગ્ય તપાસ ૪૪,પ૦૦ બાળકોની કરેલ છે. ૧૦,૮પ૪ સર્ગભા તથા ધાત્રી માતાઓની તપાસ થયેલ છે
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710636