મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાસંયુક્ત બાળવિકાસની યોજનાઓ

સંયુક્ત બાળવિકાસની યોજનાઓ

અ.ન. યોજના નું નામ સંકલીત બાળ વિકાસ સેવા યોજના
યોજના કયારે શરૂ થઇ યોજના નો પ્રથમ ઉદભવ તા. ર/૧૦/૭પ માં વડોદરા જીલ્લામાં છોટા ઉદયપુર ખાતે ચાલુ થઈ.
યોજના નો હેતુ
આ યોજના નો મુળ હેતુ બાળકોમાં અને માતાઓમાં બાળ મરણ તેમજ માંદગીનું પ્રમાણ ધટાડવુ તેમજ નિયમિત પુરક પોષણ પુરુ પાડી બાળકોમાં આરોગ્ય અને પોષણ નું સ્તર સુધારવાનું છે, આ યોજનાનો હેતુ પુરુ પાડવા માટે રાજકોટ જિલ્લામાં ૨૧૫૫ આંગણવાડી કાર્યરત છે. ટુંકમાં આ યોજનાનો હેતુ સ્વસ્થ બાળકો જન્મે અને જન્મેલા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો હેતુ છે.
યોજના વિશે (માહિતી)

આઈ.સી.ડી.એસ. મહિલા બાળ વિકાસ વિભાગ એ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે તેમા ૦ થી ૬ વર્ષ ના બાળકોને, સગર્ભા ધાત્રી, અને કિશોરીઓને આરોગ્ય અને પોષણ ની ૬ સેવાઓ જેવી કે
(૧)પુરક પોષણ
(ર) પૂર્વ પ્રાથમીક શિક્ષણ
(૩) આરોગ્ય તપાસ
(૪) આરોગ્ય અને પોષણ વિષે ચર્ચા
(પ) રસીકરણ (૬) સંદર્ભ સેવા આપવામાં આવે છે.

આ યોજનાનો મુખ્ય હેતુ
(૧) બાળકોને સર્વાંગી વિકાસ
(ર) બાળકો અને માતાઓમાં મરણ અને માંદગીનું પ્રમાણ ધટાડવુ
(૩) માતાઓમાં પોષણ બાળ ઉછેર અને આરોગ્ય વિષયક માહિતીનુ જ્ઞાન આપી તેઓનુ બાળ ઉછેર માટેનું કૌશલ્ય વધારવુ
(૪) બાળકોનુ પોષણ સ્તર ઉંચુ લાવવુ
(પ) વિવિધ ખાતાઓનું સંચાલન કરવું અને આઈ.સી.ડી.એસ. યોજનાનુ અમલીકરણ કરવુ
(૬) શાળા છોડી જતા બાળકોના આઉટ રેટ માં ધટાડો કરવો.

યોજના નો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો ૦ થી ૬ વર્ષ ના બાળકોને, સગર્ભા માતા ધાત્રી માતા, કિશોરીઓ તથા બાલીકાઓને , મળી શકે છે.
તેના માટે જે તે ધટકના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (સી.ડી.પી.ઓ.) ને મળવુ.
યોજના ના લાભાર્થી માટેની લાયકાત ૦ થી ૬ વર્ષ ના બાળકો, ધાત્રી માતાઓ, કિશોરીઓ ને તથા બાલીકા ઓ ને યોજના નો લાભ મળી શકે છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682320