પ્રસ્તાવના |
|
કેન્દ્ર સરકાર, રાજય સરકાર, જીલ્લા પંચાયત કે અન્ય વિભાગના અલગ અલગ સદર હેઠળ મળતા ફંડમાંથી નાની સિંચાઇ યોજનાને લગતા બાંધકામની કામગીરી જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
નાની સિંચાઇને લગતા બાંધકામોમાં મુખયત્વે નાની સિંચાઇ યોજના કે જેમાંથી કેનાલ મારફત સીધી સિંચાઇ થતી હોય તથા અનુશ્રવણ તળાવ અને ચેકડેમ કે જેનાથી આજુબાજુના કુવાના પાણીના તળ ઉંચા આવવાથી આડકતરી રીતે સિંચાઇમાં ફાયદો થતો હોય તેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પુરથી થતા નુકશાન સામે રક્ષણ માટે પુર સંરક્ષણ યોજનાઓના કામોનો પણ સમાવેશ થાય છે. આવી યોજનાઓમાં સંગ્રહીત પાણીના જથ્થાને અનુરૂપ સિંચાઇ માટે પાણી વિતરણની કામગીરી પણ કરાવવામાં આવે છે. |
| |