મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ વિભાગ હસ્તકના ૧૪ તાલુકામાં નાની સિંચાઇને લગતી કામગીરી કરવામાં આવે છે. જેમાં નાની સિંચાઇ યોજના, અનુશ્રવણ તળાવ, ચેકડેમ તથા પુર સંરક્ષણ યોજનાના બાંધકામ તથા હયાત સ્‍ટ્રકચરની મરામત નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.

વિભાગ હસ્તકની ૬૮ નાની સિંચાઇ યોજનાઓની કુલ જીવંત સંગ્રહ શકિત ૩૬૩૨ મીલીયન ધનફુટ છે જયારે ૧૬૩૨ અનુશ્રવણ તળાવોની કુલ સંગ્રહ શકિત ૩૬૪૨ મીલીયન ધનફુટ થાય. જયારે ૧૦૦૮ હયાત ચેકડેમોની સંગ્રહ શકિત ૧૬૪૯ મીલીયન ધનફુટ છે. આમ વિભાગ હસ્તકનાં જળ સંગ્રહ સ્થાનો દ્વારા કુલ ૮૯૨૩ મીલીયન ધનફુટ પાણીનો સંગ્રહ થાય તેમ છે, જેનાં દ્વારા સીધી કે આડકતરી રીતે ૫૯૭૦૦ હેકટર વિસ્તારમાં ખેતીવાડી માટે પાણીનો સદઉપયોગ થઇ શકે તેમ છે. અછત વર્ષ ૧૯૮૫-૮૬-૮૭ દરમ્‍યાન હાથ ધરેલ તળાવોના કામો પૈકી ૧૪૧૮ તળવોને સલામત તબ્‍બકે લઇ જવા માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવામાં આવેલ હતો. જેમાંથી ૮૦૭ અનુશ્રવણ તળાવોને સલામત તબકકે લઇ જવા માં આવેલ છે. આ તળાવોની સંખ્‍યાનો સમાવેશ ઉપરોકત કૂલ ૧૬૩૨ તળાવોમાં થઇ જાય છે.

વર્ષ ૨૦૧૧ - ૨૦૧૨ દરમ્યાન સારા ચોમાસાને કારણે નાની સિંચાઇ યોજનાઓમાં ૨૭૫૪ એમ.સી.એફ.ટી. પાણીનો જીવંત સંગ્રહ સિંચાઇ માટે ઉપલબ્ધ થયેલ. જેને આનુસંગીક ૪૧૩૨.૦૦ હેકટરમાં સિંચાઇ થયેલ છે. ઉપરાંત ૧૬૩૨ અનુશ્રવણ તળાવો તથા ૧૦૦૮ ચેકડેમો પણ પાણીથી સંપુર્ણ ભરાઇ જતાં ૪૨૭૦૦ હેકટર જેટલી જમીનમાં આડકતરી સિંચાઇનો લાભ મળેલ છે. કૃષિકારોનાં પાકને સમયસર પાણી મળવાને કારણે એક અંદાજ મુજબ સમગ્ર જીલ્લામાં તેઓનાં ઉત્પાદનમાં રૂ. ૧૨૫ કરોડના આર્થિક લાભ માટે આ વિભાગે કામગીરી બજાવેલ છે.

આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710601