મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
આ શાખા ધ્વારા સરકાશ્રીના પંચાયત વિભાગ દ્ધારા ભૂમિહીન ખેત મજુરો માટે અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાંથી નીચેની યોજનાઓનો સમાવેશ થાય છે.
 
(૧) ૧૦૦ ચો.વાર મકાન પ્લોટ ફાળવણી
(ર)  સરદાર પટેલ આવાસ યોજના
(૩) નાગરીક માળખાકીય સુવિધા.
 
૧૦૦ ચો.વાર પ્લોટ ફાળવણી
આ યોજના સરકારશ્રી ગ્રામ્ય લેવલે વર્ષ ૧૯૭૮/૭૯ થી અમલમાં ભૂમિહીન ખેત મજુરો જેવા કે જેઓ બી.પી.એલ. કાર્ડ ધરાવતા હોય અને સરકાર નિયમ મુજબ અન્ય પાત્રતા ધરાવતાં હોય તેઓ ૧૦૦ ચો.વાર પ્લોટ ફાળવવામાં આવે છે.
યોજનાઓ અંતર્ગત કરવાની થતી કામગીરી
જાહેર સ્વચ્છતા, ધનકચરા નિકાલ અને જાહેર આરોગ્ય જાળવણી
૧. ગામમાં આવેલ પ્રતિમાઓની નિયમિત સફાઇ થાય તેવી વ્યવસ્થા કાયમી ધોરણે ગોઠવવી.
૨. ગામમાં તમામ વિસ્તારોમાં ધન કચરાના એકત્રીકરણની પધ્ધતિનો ફરજીયાત અમલ કરવો.
૩. ધન કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા સુનિતિ કરી તેમાંથી આવક મળે તે દિશામાં કાર્યવાહી કરવી.
૪. બસ સ્ટેશન, મંદિર તેમજ અન્ય જાહેર સ્થળોએ મુતરડીઓ / સંડાસની સગવડ ઉભી કરવી.
૫. નદી, તળાવ જેવા પીવાના પાણીના પ્રાપ્તિ સ્થાનોમાં કચરો કે ગંદુ પાણી નાંખવામાં ન આવે તે સુનિતિ કરવું.
૬. નદી કાઠા અને તળાવોની આજુબાજુમાં ખાસ પ્રકારના કામો કરીને મનોરંજનના સ્થળ તરીકે વિકસાવવા અને આવી જગ્યાઓ કાયમી ધોરણે સ્વસ્છ રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી.
૭. ગામમાં આવેલ રસ્તાઓની નિયમિત પણે સમુહ સફાઇ કરવી.
૮. ખુલ્લામાં સંડાસ થતું અટકાવવું અને તે જગ્યાએ જાહેર મુતરડીઓ / સંડાસની સગવડ ઉભી કરવી.
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710654