મુખપૃષ્ઠસહકારી માળખામાં જિલ્‍લા પંચાયતની સત્તાઓ

સહકારી માળખામાં જિલ્‍લા પંચાયતની સત્તાઓ


ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમોઃ ૯,૧૦,૧૩,૧પ,૧૭,૧૮,૧૯,૨૧,૨૪,૭પ,૭૭,૭૮ અને ૧૧પ ની સત્તાઓ જિલ્‍લા પંચાયતને સુપ્રત કરવામાં આવેલ છે. જિલ્‍લા પંચાયતમાં આ અંગે નિર્ણય કરવાની સત્તા સામાન્‍ય સભાઃ ઉત્‍પાદન, સહકાર અને સિંચાઇ સમિતિને સુપ્રત થયેલ છે. જયારે કલમઃ ૧૩ ની પેટા નિયમ સુધારા અંગેની સત્તા મદદનીશ જિલ્‍લા રજીસ્‍ટ્રાર(પંચાયત) ને સુપ્રત થયેલ છે.

ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમઃ૯ અન્‍વયે ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ, શરાફીઃ બચત સહકારી મંડળીઓ, સામુદાયિક ખેતી સહકારી મંડળીઓ, મત્‍સ્‍ય સહકારી મંડળીઓ, ગ્રાહક સહકારી ભંડાર, સિંચાઇઃ પિયત સહકારી મંડળીઓ વિ.ની નોંધણી જરૂરી મંજુરી મેળવીને તથા જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં નોંધાયેલઃ કાર્યરત ઉક્ત પ્રકારની સહકારી મંડળીઓના કલમઃ ૧૩ અન્‍વયે પેટાનિયમ સુધારાઓ મદદનીશ જિલ્‍લા રજિસ્‍ટ્રાર(પંચાયત) દ્વારા કરવામાં આવે છે.

તાજેતરમાં વૈદનાથન કમિટિની ભલામણો મુજબ સહકારી કાયદામાં કરવામાં આવેલ સુધારાઅને આનુસાંગિક ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના પેટાનિયમ સુધારાઓ મદદનીશ જિલ્‍લા રજિસ્‍ટ્રાર(પંચાયત) દ્વારા કરવામાં આવેલ છે. જેમાં જિલ્‍લામાં આવેલ ૪૪૯ સેવા સહકારી મંડળીઓ પૈકી ૪૨પ જેટલી સેવા સહકારી મંડળીઓના પેટાનિયમમાં કરી લેવામાં આવેલ છે.

મદદનીશ જિલ્‍લા રજીસ્‍ટ્રાર (પંચાયત)ના નિયંત્રણ હેઠળ જિલ્‍લાના તાલુકાઓમાં વિસ્‍તરણ અધિકારી (સહકાર) મારફત ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમઃ૯ અન્‍વયે મંડળીની નોંધણીની દરખાસ્‍તો તથા કલમઃ ૧૩ અન્‍વયે મંડળીના પેટાનિયમ સુધારાઓની દરખાસ્‍તો મેળવવા તથા મંજુરી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. વિસ્‍તરણ અધિકારી (સહકાર) ની કામગીરી અંગેનું મુલ્‍યાંકન તેમજ દફતર તપાસણી મદદનીશ જિલ્‍લા રજીસ્‍ટ્રાર (પંચાયત) મારફત દ્વારા કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710625